બ્રેકીંગ ન્યુઝ:રાજકોટની બસસ્ટેન્ડ પોલીસ ચોકીમાં ફાયરિંગ, એક મુસાફરનું મોત
બિગ બ્રેકીંગ ન્યુઝ
રાજકોટના બસસ્ટેન્ડમાં આવેલ પોલીસ ચોકીમાં ફાયરિંગ,રિવોલ્વર સાફ કરતા સમયે ઘટના બની, અકસ્માતે ફાયરિંગમાં એક મુસાફરનું મોત, ફાયરિંગની ઘટનાના પગલે DCP ACP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
આ બાબતે મૂર્તિ વધુ માહિતી મુજબ આ રાજકોટના બસ સ્ટેન્ડમાં આવેલી પોલીસ ચોકીમા પીએસઆઇ પી. પી. ચાવડાની સર્વિસ રિવોલ્વર સાફ કરતા સમયે ફાયરિંગ થતા પોલીસ ચોકી પાસે ઉભેલ વ્યક્તિ હિમાંશુ દિનેશ ગોહેલને ગોળી લાગી હતી અને તેમનુ મોત નિપજ્યુ છે.
આ ઘટનાની જાણ થતા જ ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી, એસીપી, સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.