રાજકોટ:16 વર્ષની સગીરા સાથે કારખાનાના મેનેજરે અડપલા કર્યા

રાજકોટ: શહેરમાં મોરબી રોડ પર આવેલા પલ્લવી ઇમિટેશન નામના કારખાનામાં પિતાની ઉંમરના મેનેજરે 16 વર્ષની સગીરા સાથે અડપલાં કર્યા હોવાની સગીરાની માતાએ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.કારખાનામાં અન્ય યુવતી ઉપરના યુનિટમા કામ કરતી હતી ત્યારે સગીરાને નીચે બોલાવી તેની સાથે બથ ભરી લીધી હતી.આટલેથી ન અટકતા આ શખ્સે બીજી વખત સગીરાને ચા આપવાના બહાને નીચે બોલાવી તેની સાથે ફરી અડપલાં કર્યા હતા. બનાવ અંગે પોલીસે આરોપી મેનેજર સામે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના મોરબી રોડ પર રહેતા મહિલાએ બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ પર રેડરોઝ હોટલની પાછળ આવેલા પલ્લવી ઇમિટેશન નામના કારખાનાના મેનેજરે ભુપતભાઇ હાપલીયા (રહે. આર્યનગર સંત કબીર રોડ રાજકોટ) સામે ફટીયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીની 16 વર્ષની પુત્રી કારખાનામાં કામ કરતી હોઈ ગત તા 11/1 ના અન્ય કર્મચારી ઉપરના યુનિટમાં કામ કરતા હતા. દરમિયાન સગીરા ઇમિટેશનના માલ પેકીંગનું મશીન લેવા માટે નીચે ઓફીસ પાસે ગયેલ ત્યારે મેનેજર ભૂપતે તેણીનો હાથ પકડી બાથ ભરી લીધી હતી.બાદમાં ફરી એક વખત મેનેજરે સગીરાને ચા આપવા માટે ઓફિસમાં બોલાવી તેને પોતાની તરફ ખેંચી કિસ કરી લીધી હતી.આ બનાવ બાદ ડઘાઈ ગયેલી સગીરાએ પરિવારને આ બાબતે વાત કરતા આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

આ સમાચારને શેર કરો