ખેડૂતો દૂધ સહકારી મંડળીને આપે એ પહેલા જ ગુણવતાની ચકાસણી કરાશે.

ગામડામાં આવેલી સહકારી મંડળીઓને આપવામાં આવે એ પહેલા દૂધની ગુણવતા ચકાસવા ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરીટી (એફડીસીએ) રાજયવ્યાપી ઝુંબેશ શરુ કરશે. દૂધમાં ભેળસેળ અથવા અસ્વચ્છતા જણાશે તો દૂધ ઉત્પાદકો સામે પગલાં લેવાશે.

એ ઉપરાંત એફડીબીએ દૂધમાં ભેળસેળ અટકાવવા બિનસંગઠીત-ખાનગી ડેરીઓ સામે ઝુંબેશ હાથ ધરશે. આવી ડેરીઓ છૂટુ દૂધ વેચતી હોય છે અને તેની પણ તપાસ કરાશે. ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઈન્ડીયા (ફલાઈ)ના સહયોગમાં આ ઝુંબેશ હાથ ધરાશે.

ગુજરાત એફડીસીએના કમિશ્ર્નર એમ.જી. કોશિયાના જણાવ્યા મુજબ અમુલ જેવા મિસ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ ફલાઈના ધોરણો મુજબ દૂધ ચેક કરવાની સુવિધા ધરાવે છે, પણ દૂધ ઉત્પાદકો તેમનું દૂધ ગ્રામીણ સહકારી દૂધ મંડળીમાં જમા કરાવે એ પહેલા ભેળસેળ અથવા સ્વચ્છતા ચકાસવા કોઈ વ્યવસ્થા નથી. રાજય સરકારે પશુપાલકો જયારે ભેંસ કે ગાય દોહવે ત્યારે દૂધની કવોલિટીની ચકાસણી કરવા નિર્ણય લીધો છે.ખેડુતો આરોગ્યપ્રદ-સ્વચ્છ સ્થિતિમાં દૂધ દોહવે છે કે નહીં અથવા ભેળસેળ કરે છે કે નહીં તે ગ્રામસ્તરે ચકાસવામાં આવશે.

આ સમાચારને શેર કરો