Placeholder canvas

રાજકોટ: ઈન્ટરનેશનલ એરપોર્ટની જમીન સંપાદનમાં 100 કરોડના કૌભાંડની આશંકા…

રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ માટેની જમીન સંપાદનને લઈને મોટુ કૌભાંડ સામે આવ્યું છે. જેમા ભાજપના મોટા માથાના સંબંધીઓએ ખેડૂતો પાસેથી પહેલાજ સસ્તા ભાવે જમીન ખરીદી લીધી હતી તેવી માહિતી સામે આવી છે.

રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે જમીન સંપાદનમાં કૌભંડજની આશંકા સામે આવી છે. એક મીડિયાના અહેવાલ મુજબ એવી માહિતી સામે આવી છે કે ખેડૂતો પાસેથી સસ્તી જમીન લઈને સરકાર પાસેથી વધારે રૂપિયા લેવામાં આવ્યા છે. સાથેજ આ સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે કે ભાજપના મોટામાથાઓએ સરકાર પાસેથી મોટુ વળતર વસૂલ્યું છે.

એરપોર્ટ માટેની જમીન ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ખરીદવામાં આવી છે. સાથેજ જમીન સંપાદનમાં પણ 85 રૂપિયાની સામે 1500 રૂપિયાનું વળતર લેવાયું હોય તેવી માહિતી સામે આવી છે. AIIMS કોર્ટ બિલ્ડિંગના જમીન સંપાદનમાં પણ ખેલ ખેલાયો છે. જેમા આ સમગ્ર કેસમાં હવે 100 કરોડથી વધુની રકમનો ગોટાળો થયો હોવાની આશંકા સેવાઈ રહી છે.

હાઈકમાન્ડે આપ્યા તપાસના આદેશ
દિલ્હીથી હાઈકમાન્ડ પાસે વિગત પહોચતા આ આંતરિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેમા હીરાસર ગામની 650 એકર જમીનના વળતરમાં પણ કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. સુરેન્દ્રનગરમાં આવેલ ગામોની પણ 1680 એકર જમીન સંપાદનના પણ કૌભાંડની આશંકા છે. સાથેજ રાજકોટ-ચોટીલા હાઈવે પર પણ 650 એકરના જમીન સંપાદનામાં કૌભાંડની આશંકા સેવાઈ રહી છે.

નવું એરપોર્ટ જાહેર થતાજ ખેડૂતો પાસેથી જમીન ખરીદાઈ હતી. સુરેન્દ્રનગરના વાવડી, ગરીડા, દોશીપુરા, ધાની વડલા ગામોની જમીનનું સંપાદન કરાયું. જેમા કુલ ગામોની 1680 એકર જમીનનું સંપાદન કરાયું. એરપોર્ટ જાહેર થયાના ટૂંકાગાળામાં ખેડૂતો પાસેથી અન્ય લોકોએ જમીન ખરીદી. જેમા ભાજપના સ્થાનિક નેતાઓ, પદાધિકારીઓએ ખેડૂતો પાસે સસ્તા ભાવે જમીન ખરીદી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ભાજપના મોટામાથાના સંબંધીઓએ જમીન ખરીદી હોવાનું બહાર આવ્યું છે. જેમા પથરાળ, બિનપિયત જમીન બજાર કિંમતથી 450 ટકાથી વધુ વળતર ચૂકવાયું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ભાજપના મોટા માથાઓના સ્વજનો-સબંધીઓ તપાસની રડારમાં આવ્યા છે. કેટલાક સનદી અધિકારીઓએ પણ મદદ કર્યાની આશંકા સેવાઈ રહી છે. મહત્વનું છે કે આંતરાષ્ટ્રીય એરપોર્ટ બને તે પૂર્વે ખેડૂતો પાસે સસ્તા ભાવે જમીન ખરીદાઈ હતી

આ સમાચારને શેર કરો