Placeholder canvas

ડ્રગ્સ પ્રકરણમાં ઝીંઝુડા કોઠાવારા પીરના દરગાહના કોઈ મૂંઝાવર સામેલ નથી : સરપંચની સ્પષ્ટતા

જોગાનું જોગ દરગાહના મૂંઝાવરનું નામ પણ સમસુદીન પીરઝાદા હોવાથી લોકોને સ્પષ્ટતા કરાઈ

મોરબી : મોરબી તાલુકાના ઝીંઝુડા ગામેથી પકડાયેલા ડ્રગ્સ પ્રકરણમાં આરોપીનું નામ સમસુદીન પીરઝાદા હોવાથી કોઠાવારા પીરના મૂંઝાવર અને સરપંચ સમસુદીન એમ.પીરઝાદાએ સ્પષ્ટતા કરી જણાવ્યું છે કે ડ્રગ્સ પ્રકરણમાં સ્થાનિક કોઈ લોકોની સંડોવણી નથી અને કોઠાવાર પીર દરગાહના કોઈ મુંઝાવરના પરિવારજનોને પણ આરોપીઓ સાથે કોઈ નિસ્બત નથી. વધુમાં તેઓએ આ ઘટનાને ગામ માટે કલંકિત ગણાવી વખોડી કાઢી છે.

બે દિવસ પૂર્વે મોરબી તાલુકાના ઝીંઝુડા ગામેથી 593.25 કરોડનું ડ્રગ્સ પકડાવા પ્રકરણમાં અહીંના પ્રસિદ્ધ ધર્મસ્થાન કોઠાવારા પીર દરગાહના મૂંઝાવર અને સરપંચ સમસુદીનભાઈ એમ.પીરઝાદાએ જાહેર જનતાને સ્પષ્ટતા કરતો વિડીયો સંદેશ આપતા જણાવ્યું છે કે, ડ્રગ્સ પ્રકરણ ઝીંઝુડાના કોઈ સ્થાનિક લોકોની સંડોવણી નથી આરોપી સમસુદીન ઝડપાયો છે તે ઝીંઝુડા ગામમાં દોઢ વર્ષ પૂર્વે રહેવા આવ્યા હતો અને આ શખ્સે ગામની શાખને કલંકિત કરી હોય આ ઘટનાને તેઓએ વખોડી કાઢી છે.

વધુમાં આસ્થાના પ્રતીક એવી કોઠાવારા પીરની દરગાહના મૂંઝાવર અને સરપંચ એવા સમસુદીનભાઈ પીરઝાદાએ વધુમાં ઉમેર્યું હતું કે આરોપીનું નામ પણ સમસુદીન હોવાથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે આ સ્પષ્ટતા કરી હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો