Placeholder canvas

રાજકોટ: બાળકીના મોત બાદ DEO તંત્ર સફાળું જાગ્યું, શાળાનો સમય 8 વાગ્યાનો કરવાની કડક સૂચના.

➡️ ભંગ કરનાર વિરુદ્ધ FIRની ચીમકી

સ્વેટરએ યુનિફોર્મનો એક ભાગ છે પરંતુ ઠંડીના કારણે બાળકો અન્ય સ્વેટર કે જેકેટ વધુ પહેરવા જરૂર જણાય તો પહેરી શકે છે, તેમાં મનાઈ કરી શકતી નથી.

રાજકોટ શહેરમાં હાડ થીજવતી ઠંડીને કારણે મંગળવારે એક બાળકીનું મોત નિપજ્યા બાદ હવે મોડે મોડેથી જિલ્લા શિક્ષણ વિભાગ તંત્ર નિંદ્રામાંથી ઉઠ્યું છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હવે ફરજીયાત પણે તમામ શાળાઓને સવારનો સમય 8 વાગ્યાનો કરવા સૂચના આપવામાં આવી છે. અને જે શાળા આ નિયમનો ભંગ કરશે તેના વિરુદ્ધ FIR દાખલ કરવાની પણ DEO બી.એસ.કૈલાએ તૈયારી દર્શાવી છે. નોંધનીય છે કે જો અગાઉ આ નિણર્ય ફરજીયાત કરવામાં આવ્યો હોત તો શક્ય છે કે બાળકીનો જીવ બચી શક્યો હોત.

આ સાથે ગઈકાલે ઠંડીના કારણે જે બાળકીનું મોત થયું તે બાળકીની માતા જાનકી બેને એક અપીલ કરી હતી કે શાળામાં અન્ય બીજા કોઈ સ્વેટર કે જેકેટ પહેરવા દેવામાં આવતા નથી જેને લઇ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, સ્વેટરએ યુનિફોર્મનો એક ભાગ છે પરંતુ એના ઉપરાંત ઠંડીના કારણે બાળકો અન્ય સ્વેટર કે જેકેટ વધુ પહેરવા જરૂર જણાય તો પહેરી શકે છે તેમાં મનાઈ કરી શકતી નથી આ માટે પણ દરેક શાળાને અમારા દ્વારા સૂચના આપવામાં આવશે.

આ સમાચારને શેર કરો