skip to content

રાજકોટ: ન્યૂ કોલેજવાડીમાં લિફ્ટ તૂટતા એકને પંજામાં ઈજા, એકનો થાપો ભાંગી ગયો

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ન્યૂ કોલેજવાડી વિસ્તારમાં લિફ્ટ તૂટવાની ગંભીર ઘટના બની છે આ કારણે 5 લોકોને ગંભીર ઈજા થઈ છે અને તમામ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. દિવાળીની સાંજે ફાયર બ્રિગેડમાં ફોન આવ્યો હતો કે, ન્યૂ કોલેજવાડીમાં લિફ્ટ તૂટી ગઈ છે અને અંદર લોકો ફસાઈ ગયા છે. કાલાવડ રોડ ફાયર સ્ટેશનથી તુરંત જ સ્ટાફ રવાના થયો હતો અને લોકોને લિફ્ટમાંથી કાઢવા પ્રયત્ન કરાયો હતો.

ઈજા થઈ હોવાથી 108નો સ્ટાફ પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને તમામને અલગ અલગ નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે લિફ્ટમાં પાંચ લોકો હતા અને ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપર જઈ રહ્યાં હતાં આ દરમિયાન ત્રીજા અને ચોથા માળ પાસે લિફ્ટનો કેબલ અચાનકથી તૂટી જતા લિફ્ટ નીચે પટકાઈ હતી.

લિફ્ટની ઈમર્જન્સી બ્રેક પણ કામ ન આપતા લિફ્ટમાં સવાર પાંચેય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પાંચમાંથી એક વ્યક્તિના થાપા ભાંગી કટકા થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિના પગના પંજાના તમામ હાડકાં ભાંગી ગયાનું જણાવ્યું છે.

આ સમાચારને શેર કરો