રાજકોટ: 50 હજારના ચેક મુદ્દે NCP નેતાના આકરા પ્રહારો.
રાજકોટ શહેરમાં પ્રજા સત્તાક દિવસની ઉજવણીના મીડિયા કવરેજ માટે કેટલાક પત્રકારોને 50-50 હજારના કલેકટર રમ્યા મોહિનની સાઈન કરેલા ચેક આપ્યા હોવાના સમાચાર વાયુવેટ ફરતા રાજકારણ ગરમાયું છે. પ્રજાસત્તાક દિને જ સરકારી તંત્ર દ્વારા આચરવામાં આવેલા આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં આકરી ટીકાઓ પણ જોવા મળી રહી છે. ત્યારે NCP નેતા રેશમાં પટેલે આ બાબતની ગંભીરતા લઈ સીએમ વિજય રુપાણી પર આકરા પ્રહારો કર્યા છે.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર, પ્રજાસત્તાક દિને જ ભારતીય જનતા પાર્ટીએ સંવિધાનિક ખુરશીઓને બાનમાં લેવોનો પ્રયત્ન કર્યો છે તે નીદનીય છે. સરકાર પોતાની વાહવાહી કરાવવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે એનું જીવતું જાગતું ઉદાહરણ સામે આવી ગયું છે. “મોદી હે તો મુમકીન હે” ને ખોટી દિશામાં લઈ જઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તા માટે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
વધુમાં NCP નેતા રેશમાં પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ છે, ભારતીય જનતા પાર્ટી લોકશાહીને ખરીદવાનો હિન પ્રયત્ન થઈ રહ્યો છે. તેમણએ જણાવયુ હતું કે, આવી ઘટનાને લઈ લોકશાહી ખતરામાં છે. મોંધવારી,મંદી,બેરોજગારી અને ભષ્ટાચાર કૂદકે ને બૂસકે વધી રહ્યો છે. એટલું જ નહિં આ નાના નાના કર્મીમાં પણ ભષ્ટાચાર કરવાની હિંમત આવી ગઈ છે. રાજકારણીઓના આશીર્વાદથી જ અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાનો તેમણે સીધો આક્ષેપ કર્યો હતો. સાથે સાથે મહિલા સુરક્ષા મુદ્દે પણ લોકોને વિશ્વાસ નહિં રહ્યો હોવાનું તેમણે જણાવ્યું છે.