Placeholder canvas

ભારે કરી: પતિની પ્રેમિકાને પાઠ ભણાવવા પત્નીએ બહેનપણીઓ સાથે મળી પ્રાઈવેટ પાર્ટમાં મરચાંનો પાવડર નાખ્યો..!!

અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિની પ્રેમિકા સાથે બદલો લેવા પત્નીએ એક એવો ઉપાય કાઢ્યો જેને સાંભળી સૌ કોઈ હચમચી જાય. અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં 23 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, પ્રેમીની પત્નીએ ત્રણ મહિલાઓ સાથે મળી તેના પ્રાઈવેટ પાર્ટમાં મરચાનો પાઉડર ભરી દીધો છે. જે પછી આ કિસ્સો સમગ્ર ભારતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મહિલાએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે તે અમદાવાદના નારાણપુરામાં આવેલી કાપડની દુકાનમાં કામ કરતી હતી. જ્યાં તેની ગિરીશ ગોસ્વામી સાથે મુલાકાત થઈ હતી. બાદમાં યુવતીનું પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. બે વર્ષના પ્રેમ સંબંધ બાદ યુવતીએ સંબંધો તોડી નાખ્યા અને તે અન્ય દુકાનમાં કામ કરવા માટે ચાલી ગઈ હતી.

પીડિતાના જણાવ્યા અનુસાર બે મહિના પહેલા ગિરીશ ગોસ્વામીએ તેને મળવા માટે બોલાવી હતી. જેની ખબર તેની પત્નીને પડી ગઈ હતી. આ વાત સાંભળી યુવકની પત્ની આગ બબૂલા થઈ ગઈ હતી. પટીની પ્રેમિકાને પાઠ ભણાવવા માટે તેણે ત્રણ બહેનપણીઓની મદદથી યુવતીનું અપહરણ કર્યું હતું.

પ્રેમીની પત્ની અને તેની સાથે આવેલી એક યુવતીએ પીડિતાનું સ્કૂટીમાં અપહરણ કર્યું હતું. જે પછી એક સૂમસામ રૂમમાં જઈ તેના તમામ વસ્ત્રો ઉતારી નાખવામાં આવ્યા અને પ્રાઈવેટ પાર્ટમાં મરચાંનો પાઉડર નાખવામાં આવ્યો. જ્યારે યુવતી પીડાથી ચિત્કારી ઉઠી ત્યારે અન્ય યુવતીઓએ તેનો વીડિયો બનાવ્યો હતો. અને ધમકી આપી હતી કે હવે ફરી વખત જો તેના પતિને મળશે તો તે એસિડ ફેંકશે.

પીડિત પ્રેમિકાએ ફરિયાદમાં એ પણ લખાવ્યું છે કે, ગિરીશની પત્નીએ પીડિતા પાસેથી 50 લાખ રૂપિયાની માગણી પણ કરી હતી, કારણ કે તેના પતિએ યુવતીના કપડાં પાછળ ઘણા પૈસા ખર્ચ કર્યા હતા. એ પછી પીડિતાને તેની સ્થિતિમાં તડપતી છોડી ત્યાંથી ચાલી નીકળી હતી. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વાડજ પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર જે એ રાઠવાએ જણાવ્યું કે, પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં મરચાંનો પાઉડર નાખનારી ત્રણે મહિલાઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો