રાજકોટ કલેકટરની પ્રેસ કોન્ફરન્સ: ચેકથી દાતાઓ પાસેથી ફંડ લીધુ છે અને ચેકથી જ જાહેરાતનું પત્રકારોને પેમેન્ટ કરેલ છે.

રાજકોટ: આજે એક અખબારી અહેવાલના કારણે રાજકોટ વહીવટીતંત્ર અને મીડિયા જગતમાં ખલભલ મચી ગઈ છે. જેમની અનુસંધાને રાજકોટ કલેકટરને પ્રેસ કોન્ફરન્સ કરવા મજબૂર થવું પડયું છે.

તેઓએ આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે જે દાતા પાસેથી ફંડ લીધું છે તે ચેકથી લીધું છે અને જે 8 અખબારમાં જાહેરાત આપી હતી તેમનું પેમેન્ટ પત્રકારોને ચેકથી જ આપેલ છે. એમાં કશું ખોટું થયું નથી. આમા તમામ વાત ક્લિયર છે અનર ભ્રસ્ટાચારની વાત જ નથી. પેપરને કહેલ કે અમારી લિમિટ 50 હજારની છે. આપના અખબારની જાહેરાતના ભાવ જાણાવો..

બધા ને 50-50 હજાર જ આપેલ છે. તમામ વ્યક્તિઓને જણાવેલ કે તમારી સંસ્થાના નામ પર ચેક આપીએ. પરંતુ એ પત્રકારે પોતાના નામના જ ચેક આપવા જણાવેલ અને તે ઓથોરાઇઝ વ્યક્તિ હતા. માટે જ તેમના નામથી પર્સનલ ચેક આપેલ. મીડિયાને જે દિશામાં સમાચાર બતાવવા હોઈ એ હું કાઈ કહી નહિ શકું. પણ આમા કાઈ ખોટું નથી થયું. ચેક થી પેમેન્ટ અમે લીધા છે. અને ચેક થી જ પેમેન્ટ આપેલ છે.

લોકો પાસે થી પૈસા પડાવવાની કોઈ વાત જ નથી. લોકો તથા સંસ્થા સાથે મિટિંગ કરી ને જ ફંડ એકત્રિત કરેલ છે. પત્રકારોએ સામેથી અમોને કહ્યું હતું. જાહેરાત માટે જેને જેને સામેથી જાહેરાતની ઈચ્છા વ્યક્ત કરેલ હતી. એ તમામ 8 અખબારોના પત્રકારોને અમોએ જાહેરાત આપેલ હતી. એક જ વાત હું જણાવીશ કે એક પણ રૂપિયાનું આમાં ખોટું નથી થયું. આક્ષેપ કરવાનું સહેલું છે. પણ આપ વિચારોકે ચેકથી પેમેન્ટમાં કઈ ખોટું થઈ શકે?

આ સમાચારને શેર કરો