skip to content

રાજકોટ: મુખ્યમંત્રી રાહતફંડમાં ગેબનશાહ પીર દરગાહ ટ્રસ્ટે રૂ.1,51,000 અને યુસુફભાઈ જુણેજાએ રૂ.5,51,000 આપ્યા…

રાજકોટ: કોણ હિન્દુ કોણ મુસ્લિમ અહિ તો બધાજ હિન્દુસ્તાની છે બધા એક બીજાના ભાઈઓ છે એવુ સાર્થક કરતી રાજકોટની હઝરત ગેબનશાહ પીર દરગાહ ટ્રસ્ટ દ્વારા દેશ ભરમાં જયારે કોરોના નો કહેર વધી રહિયો છે ત્યારે કોરોના સામેની જંગમાં મુખ્યમંત્રી રાહતફંડ માં રાજકોટના હઝરત ગેબનશાહ પીર દરગાહ ટ્રસ્ટએ રૂપિયા એક લાખ એકાવન હજાર (૧,૫૧,૦૦૦/-) આજ રોજ અધિક કલેકટર ને રૂબરૂ મળીને ચેક દ્વારા આપ્યા હતા.

હઝરત ગેબનશાહ પીર દરગાહ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પ્રમુખ યુસુફભાઈ હાજીબાબુભાઈ દલ, હાજી મહંમદભાઇ બસીરબાપુ બુખારી, રહીમભાઈ સોરા, હાજી સુલેમાનભાઈ જુણેજા, બાબુભાઇ વિસળ, તૈયબ ભાણુ, હાસમભાઈ સુમરા, રમીઝભાઈ સિંધી એ શુભ સંદેશ આપેલ કે મુસ્લિમ સમાજ અને અમારી બધીજ સંસ્થાઓ સરકારની સાથે કોરોના જંગમાં સાથેજ છે અને આમ જનતા ને જણાવેલ કે, ઘરે રહી દેશ સેવા કરો…

મુખ્યમંત્રી રાહતફંડમાં અગ્રણી યુસુફભાઇ જુણેજાએ રૂપિયા ૫,૫૧,૦૦૦ આપ્યા…

દેશ ભરમાં જયારે કોરોના નો કહેર વધી રહિયો છે ત્યારે કોરોના સામેના જંગમાં મુખ્યમંત્રી રાહતફંડમાં રાજકોટના મુસ્લિમ સમાજના અગ્રણી યુસુફભાઇ જુણેજાએ રૂપિયા પાંચ લાખ એકાવન હજાર (૫,૫૧,૦૦૦) આજ રોજ આપી માનવતાની મહેક પ્રસરાવી,અને ૫૦૦ થી પણ વધું અનાજની કીટો ગરીબો માટે બનાવામાં આવી રહી છે, આ કીટનું વિતરણ સર્વે સમાજના ગરીબ પરિવારોને આપવામાં આવશે, યુસુફભાઇ જુણેજા પોતે હર હંમેશા હિન્દુ અને મુસ્લિમ લોકોની મદદ કરતા રહે છે પોતાની ફરજ નિભાવતા રહે છે, ત્યારે આ મહામારી બા પણ તેવો લોકોની વહારે આવ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો