રાજકોટ: શિકાગોથી આવેલી અને હોમ ક્વોરેન્ટાઇન કરાયેલી યુવતી ફરાર
રાજકોટ : ગુજરાતમાં કોરોના વાયરસને કારણે લોકોમાં લૉકડાઉનની સ્થિતિ લોકો ધીરે ધીરે સમજી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં શીકાગોથી આવેલી યુવતીને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવી હતી. તે યુવતી અમીનમાર્ગ પર આવેલ કિંગ્સ હાઇટ્સમાં આવેલા તેના ઘરમાંથી ફરાર થઇ ગઇ છે. આ યુવતી સામે માલવીયા નગરમાં IPC 269,270,271,188 તેમજ એપિડેમીક ડીસીઝ એક્ટ 1897 ની કલમ 3 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસ આ ફરાર યુવતીને શોધી રહી છે.