‘લોકોએ શહેરમાંથી ગામડા તરફ દોટ મુકતા ગામડાં ઉપર ખતરો…

ગુજરાતના તમામ ગામડાઓના સરપંચોને વિનતી કે જો આપ કાળજી નહી રાખો તો આપના ગામને ભગવાન પણ કોરોનાના કહેરથી બચાવી નહીં શકે. કારણ કે 21 દિવસના લોકડાઊનની જાહેરાત બાદ હજારો લોકો કોરોનાની જપટમા આવેલા શહેરમુંબઈ, સૂરત, અમદાવાદ, વગેરેમાંથી ગામડા તરફ દોટ મુકી છે. આમા અનેક લોકો સંક્રમીત હોઇ શકે છે. અને તે પોતાના પરિવાર, પરા અને આખા ગામને રોગી બનાવી શકે છે.

આથી ગ્રામીણ વિસ્તારમાં મોટી તારાજી સર્જાઇ શકે એમ છે. ત્યારે સાચો સરપંચ એ, જે ગામને ઉગારે ના અભ્યાન અંતર્ગત ગ્લોબલ ગ્રામ ફાઉન્ડેશ દ્વારા 50 ગામના સરપંચો સાથે મળી રાજ્યના ગામડાઓ ને સુરક્ષિત રાખવા એક અભ્યાન ચાલુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગ્લોબલ ગ્રામ ફાઉન્ડેશન દ્વારા 50 ગામ ના સરપંચો ને ગામડામાં કોરોના વાઇરસ ન ફેલાઈ તે માટે યુટ્યુબ ચેનલ અને ટેલીફોનિક માધ્યમથી માર્ગ દર્શન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતના સરપંચોને એક માર્ગદર્શિકા આપવા આવી છે.

ગામના સરપંચે શું કરવું જોઈએ?

  1. આપના ગામમા બહારથી આવેલા લોકોની યાદી બનાવી તે તમામને ફોન દ્વારા સેલ્ફ કોરોન્ટાઇન રહેવા અપીલ કરશો.
  2. આ યાદી અને કોરોના માટે સાવચેતી ની માહીતી આપના ગામના તમામ લોકોને વોટ્સએપ ના માઘ્યમથી ફેલાવી તેમને ચેતવવા.
  3. શક્ય હોય તો સાવચેતી પુર્વકના ૫ થી ૧૦ યુવાનોને ગામના અલગ અલગ પરામા જવાબદારી સોપી આપના ગામમાં લોક ડાઊનનું પાલન થાય અને ગ્રામજનો ઘરમાં જ રહે તે જોવું.

4.સમગ્ર ગામના નાગરીકોના સ્વાસ્થ્ય પર પરોક્ષ નજર રાખવી અને કોરોનાના લક્ષણો જણાય તો સરકારની હેલ્પલાઇનનો ઉપયોગ કરી મદદ મેળવવી.

5.ગ્રામજનો ખાસ કરીને ગરીબ લોકો જીવન જરૂરી સામાનથી વંચિત ન રહે તે જોશો.

6.આ સ્થીતી કેટલો સમય ચાલશે તે કહેવું શક્ય નથી, તેથી તમામ પરીવારોને પોતાના બાળકને ઘરે જ 3-4 કલાક અભ્યાસ કરાવવા જણાવશો.

7.છેલ્લે આ સ્થિતિ મા આપે જ આપના ગામમા, વડાપ્રઘાન, પોલીસ, અઘીકારી, ડોક્ટર, મીડીયા, વગેરે જવાબદારી નિભાવવાની છે.

8.આ સંદેશને ધીરજ પુર્વક સમજી માત્ર સાવચેતી પુર્વક કાર્ય કરશે, બહારથી આવેલા લોકો પ્રત્યે કોઇ ધ્રૂણા ન ફેલાય અને સદભાવના જડવાય તે પણ જોશો.

આ મામલે ગ્લોબલ ગ્રામ ફાઉન્ડેશન ના ચેરમેન અજીત વાઢેરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે જ્યારે પ્રધાનમંત્રી દ્વારા કોરોના વાઇરસ સામે 21 દિવસના લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી ત્યારે મોટા પ્રમાણમાં ગુજરાત ના મોટા શહેરોમાં રહેતા લોકો એ પોતાના મૂળ વતન તરફ પલાયન કરવા લાગ્યા હતા.ત્યારે હવે ગામડામાં કોરોના વાઇરસ ન ફેલાઈ તે માટે અમારા ફાઉન્ડેશન દ્વારા સરપંચો ને ગામડામાં શુ શુ પગલાં લેવા તે અંગે માર્ગ દર્શન આપી રહયા છે.વર્તમાન સમયમાં ગ્રામ્ય કક્ષાએ એટલી પ્રાથમિક સુવિધાઓ નથી હોતી ત્યારે ગ્રામ્ય કક્ષાએ જાગુતિ લાવી ખૂબ જરુંરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો