રાજકોટનો લોકમેળો કેન્સલ: સરકારના આદેશની રાહ!

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત એવો રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાતો લોકમેળો આ વખતે કોરોના મહામારીના કારણે કેન્સલ કરવામાં આવે તેવી શકયતા પ્રબળ બની છે. માત્ર રાજયસરકારના સતાવાર આદેશની રાહ જોવાઈ રહી છે. જન્માષ્ટમી તહેવાર આડે માત્ર 25 દિવસ બાકી રહ્યા હોય લોકમેળાની તૈયારી કરવી પણ અશકય છે.

સાથોસાથ હાલમાં અનલોક-ટુમાં છુટછાટ મળી છે પરંતુ જાહેરનામાની કડક અમલવારી ચાલતી હોય લોકમેળામાં પાંચ દિવસ દરમ્યાન 20 લાખથી વધારે સહેલાણીઓ મોજ માણવા આવે છે ત્યારે કોરોના સંક્રમણ વ્યાપક પ્રમાણમાં ફેલાય તેવી ભીતિના કારણે રાજકોટનો પ્રખ્યાત જન્માષ્ટમી મેળો આ વખતે કેન્સલ થશે તેવુ ટોચના સૂત્રોએ ઉમેર્યુ હતું.

રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત એવો રાજકોટમાં રેસકોર્ષ મેદાનમાં દર વર્ષે જન્માષ્ટમી અવસરે પાંચ દિવસનો લોકમેળો જીલ્લા કલેકટર તંત્ર દ્વારા યોજવામાં આવે છે. લોકમેળાની તૈયારી માટે જીલ્લા કલેકટર તંત્ર બે માસ અગાઉ તડામાર તૈયારી શરુ કરે છે. 352 જેટલા રમકડાના સ્ટોલ, 50થી વધારે યાંત્રીક આઈટેમના પ્લોટ, 45થી વધુ આઈસ્ક્રીમ ચોકઠા સહિતના આયોજન કરવાના થાય છે.

રાજકોટના રેસકોર્ષ મેદાનમાં પાંચ દિવસ જન્માષ્ટમી અવસરે યોજાતો લોકમેળો આ વખતે કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈ રદ કરવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે પરંતુ આ જાહેરાત રાજય સરકાર દ્વારા કરવામાં આવે તે માટે રાહ જોવાઈ રહી છે. હાલમાં રાજકોટ સહીત જીલ્લાભરમાં કોરોનાના રોજબરોજ 15થી20 જેટલા પોઝીટીવ કેસો બહાર આવી રહ્યા છે.

છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કારણે 20થી વધારે વ્યક્તિઓના મોત થઈ ચૂકયા છે. કોરોના મહામારીને લઈને રાજય સરકારે લોકો એકઠા ન થાય તે માટે જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે. ચા-પાનની દુકાન સહિત ખાણી-પીણી, હોટલ-લોજ, રેસ્ટોરન્ટનો સમય નિશ્ર્ચિત કર્યો છે. લોકોના ટોળા એકઠા ન થાય તે માટે રાજય સરકારે જાહેરનામા પણ પ્રસિદ્ધ કર્યા છે અને રાત્રીના 10 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી કર્ફયુની અમલવારી પણ કરી છે.

દરમ્યાન રાજકોટમાં રેસકોર્ષ મેદાનમાં દર વર્ષે જન્માષ્ટમી અવસરે પાંચ દિવસનો યોજાતો લોકમેળો શ્રાવણવદ છઠ્ઠથી લઈને અગિયારસ સુધીનો યોજવામાં આવે છે. આ પાંચ દિવસ દરમ્યાન લોકમેળામાં અંદાજે 18થી20 લાખ વ્યક્તિઓ મુલાકાત લેતા હોય છે. કોરોના સંક્રમણ વધી રહ્યું છે. લોકમેળામાં લાખો લોકો એકઠા થતા હોય કોરોના સંક્રમણ વધુ વકરે તેની ચિંતા રાજય સરકારને પેસી ગઈ છે.

આ પરિસ્થિતિ વચ્ચે કોરોના મહામારી વકરે નહી તે માટે થઈને કદાચ સૌ પ્રથમ વખત રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરનો પ્રખ્યાત એવો રેસકોર્ષ મેદાનનો લોકમેળો કેન્સલ કરવામાં આવ્યો છે. જો કે આ માટેની સતાવાર જાહેરાત રાજય સરકાર જ કરે તેવુ માનવામાં આવી રહ્યું છે. રેસકોર્ષ મેદાન ઉપરાંત રાજકોટ નજીક આવેલા માધાપર ખાતેના ઈશ્વરીયા પાર્કમાં પણ લાખો સહેલાણીઓ ઈશ્વરીયા મહાદેવ મંદિર નજીક યોજાતા મીની લોકમેળામાં હરવા-ફરવા માટે ઉમટી પડે છે ત્યારે આ માટે ઈશ્વરીયા મહાદેવ નજીકનો મીની મેળો પણ યોજવામાં આવશે નહી. સાથોસાથ ઈશ્વરીયા પાર્ક પણ જન્માષ્ટમી અવસરે ખુલ્લુ રાખવામાં આવે નહી તેવી શકયતા પણ ટોચના સૂત્રોએ અંતમાં વ્યક્ત કરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Gmb1H0H8ar4FxdlZEoiuoc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો