મોરબીમાં આજનો પાંચમો કોરોના કેસ નોંધાયો : જિલ્લાના આજના કુલ કેસ 6
મોરબી જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસ થયા 142
મોરબી : મોરબી જિલ્લામાં આજનો છઠ્ઠો અને મોરબીનો આજનો પાંચમો કોરોના પોઝિટિવ કેસ સામે નોંધાયો છે. આજે સાંજે 4 વાગ્યા સુધીમાં પાંચ કેસ નોંધાયા બાદ મોરબીમાં વધુ એક કેસ જીઆઇડીસી પાછળના વિસ્તારમાં નોંધાયો છે. આ સાથે આજના કુલ કેસ 6 અને મોરબી જિલ્લાના અત્યાર સુધીના કુલ કેસ 142 થઈ ગયા છે.
આજે સાંજે મોરબી શહેરના જીઆઇડીસી પાછળના વિસ્તારમાં રહેતા દયારામભાઈ નવધારભાઈ (ઉ.50)નો રિપોર્ટ કોરોના પોઝિટિવ જાહેર થયો છે. તેમનું સેમ્પલ જામનગર લેબમાં મોકલાયુ હતું. જ્યાં ગઈકાલે તેમનો રિપોર્ટ પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો અને આજે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ જાહેર કરાયો છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Gmb1H0H8ar4FxdlZEoiuoc
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…