Placeholder canvas

રાજકોટ: ચાર વર્ષની બાળકી સાથે 58 વર્ષના ઢગાએ દુષ્કૃત્ય ગુજાર્યું

રાજકોટ ફરી એકવાર શર્મશાર થયું છે. રાજકોટના પંચાયત ચોક નજીકમાં ઘર પાસે રમી રહેલ ચાર વર્ષની માસૂમ બાળકીને નજીકમાં જ ધોબી કામની દુકાન ધરાવતા 58 વર્ષના ભીખા વાજાએ પોતાની હવસ સંતોષવા ચોકલેટનો લાલચ આપી પોતાની દુકાનમાં લઈ જઈ ગુપ્તાંગના ભાગે પાંચ પપ્પી કરાવી દુષ્કૃત્ય ગુજારતા ખળભળાટ મચી ગયો હતો.

યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે યુનિવર્સિટી રોડ પર આવેલ પંચાયત ચોક પાસે એક એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભીખા છગન વાજા (ઉ.વ.58),(રહે. જય સોમનાથ મકાન, રોયલ સ્કૂલની બાજુમાં શેરી નં.3,માયાણી ચોક) નું નામ આપતાં યુનિવર્સિટી પોલીસે પોક્સો તેમજ છેડતીની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લિધો હતો.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમના પતિ એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરે છે અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. તેમની ચાર વર્ષની પુત્રી ગઈકાલે સાંજના 7:30 વાગ્યાની આસપાસ તેમના એપાર્ટમેન્ટ પાસે રમતી હતી. તેમના એપાર્ટમેન્ટની બાજુમાં જ આરોપી ભીખો વાજા બેસ્ટ લોન્ડ્રિ નામની દુકાન ચલાવે છે. તેણીની પુત્રી ગઈકાલે રમતાં-રમતાં આરોપીની દુકાન નજીક પહોંચી હતી. ત્યારે હવસખોર ભીખાની નજર બાળકી ઉપર પડી હતી. જે બાદ આરોપીએ બાળકીને પોતાની નજીક બોલાવી ચોકલેટની આપવાની લાલચ આપી પોતાની દુકાનમાં લઈ ગયો હતો અને દુકાન બંધ કરી દિધી હતી. જે બાદ તેમને ફૂલ જેવી બાળકી સાથે તમામ હદ વટાવી દુષ્કૃત્ય આચર્યું હતું.

મોડે સુધી પુત્રી ઘરે ન આવતાં ચિંતિત થયેલ તેની માતા બાળકીને શોધતી શોધતી આરોપીની દુકાન પાસે આવતાં ત્યાં બાળકીના કપડાં નજરે પડતાં તેને દેકારો માચાવતાં ઢગો બહાર આવ્યો હતો અને બાળકી દોડી તેની માતા પાસે ચાલી ગઈ હતી. બાદમાં બાળકીને ઘરે લઈ જઈ પૂછપરછ કરતાં બાળકીએ જણાવ્યું કે, આરોપી તેને દુકાનમાં લઈ ગયો બાદ પોતાના પેન્ટનું ચેઇન ખોલી ગુપ્તાંગ કાઢી તેમની પાસે પાંચ વખત પપ્પી કરાવી તેના કપડા કાઢવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીની વાત સાંભળી તેના માતાપિતા નીચેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં મહિલાએ 100 નંબર કોલ કરી પોલીસને જાણ કરી હતી. યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી પંચાયત ચોકીના પીએસઆઈ વી. એન.બોદર અને ટીમે ગણતરીની કલાકોમાં આરોપીને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો