Placeholder canvas

મોરબી: વાંકાનેર માર્કેટીંગ યાર્ડના ચેરમેન સામે આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો.

વાંકાનેર માર્કેટ યાર્ડના વર્તમાન ચેરમેન અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ગુલામ અમી પરાસરા મોરબીની કોર્ટના કમ્પાઉન્ડમાં આવ્યા હતા અને ત્યા આર્મ્સ પ્રતિબંધિત વિસ્તાર હોવાનું જાણવા છતાં પોતાનું પરવાના વાળું હથિયાર બધા જોઈ શકે તે રીતે કમરે બાંધી રાખેલ હતું અને કોર્ટ કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો જેથી કરીને હાલમાં તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી દ્વારા આર્મ્સ એક્ટની કલમ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના રહેવાસી અને વાંકાનેર માર્કેટ યાર્ડના વર્તમાન ચેરમેન અને અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ગુલામભાઈ અમીભાઈ પરાસરા જાતે મોમીન (ઉ.વ.૫૮) ની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાલબાગ કોર્ટ કમ્પાઉન્ડમાં ગુલામભાઈ અમીભાઈ પરાસરા પોતાનું પરવાના વાળું હથિયાર બધા લોકો જોઈ શકે તે રીતે કમર ઉપર બાંધીને લઈને આવ્યા હતા અને કોર્ટ કમ્પાઉન્ડ પ્રતિબંધિત વિસ્તારમાં હોવાનું તે જાણતા હોવા છતાં પણ પરવાના વાળું હથિયાર બધાને દેખાય તે રીતે રાખેલ હોવાથી તેની સામે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારી હિતેશભાઈ મૂળજીભાઈ મકવાણા દ્વારા આર્મ્સ એક્ટની કલમ ૩૦ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો