skip to content

રાજકોટની ગ્રાહક તકરાર કોર્ટનો વિમા કંપનીને વાંકાનેરના ખેડૂતને 5લાખ વ્યાજ સહિત ચુકવવાનો આદેશ.

આ બનાવની સંપૂર્ણ વિગત કંઈક એવી છે કે ગત તારીખ 17/ 5 / 2017 ના રોજ વાંકાનેર તાલુકાના તીથવા ગામના ખેડુત સાજીભાઈ હાજીભાઈ બાકરોલીયા પોતાની વાડીએ કૂવો ગાળતા હોય અને ચરખી મારફતે ગાર (માટી) બહાર કાઢવાનો હોય. આ કામ દરમિયાન ચરખીનું કેરિયુ તૂટી જતાં કુવાની અંદર રહેલા સાજીભાઈ ઉપર પડતાં તેઓને ગંભીર ઇજાઓ થતાં તેઓનું મૃત્યુ નીપજયું હતું.

ગુજરનાર સાજીભાઈ હાજીભાઈ બાકરોલીયા ખેડૂત ખાતેદાર હોય અને તેઓ તીથવા સેવા સહકારી મંડળી લી.ના સભાસદ સભ્ય હોય તેઓએ મંડળી પાસેથી ખેત ધિરાણ લીધું હતું. અને તીથવા સેવા સહકારી મંડળી લિ. ખેત ધિરાણ લેતા દરેક સભ્યો માટે રોયલ સુંદરમ જનરલ ઇન્શ્યોરન્સ કું પાસેથી રૂપિયા 5 લાખનો વિમો ઉતરાવેલ હતો.

વીમા કંપની સાજીભાઈ હાજીભાઈના વારસદારને વળતર ચૂકવવાની જગ્યાએ, ગુજરનારનુ મૃત્યુ અકસ્માતે થયેલ હોય તેવું સાબિત થતું ન હોય જેથી ક્લેમ ના મંજુર કરેલ હતો. કલેઇમ નામંજૂર થતાં ગુજરનારના વારસદારોએ રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ સામાવાળા વીમા કંપની તથા અન્ય વિરુદ્ધ વળતર મેળવવા ફરિયાદ દાખલ કરી હતી. જે અનુસંધાને રાજકોટ ગ્રાહક તકરાર ફોરમે સામાવાળા વીમા કંપનીને પોલિસી મુજબ રકમ રૂપિયા 5 લાખ તથા દાખલ તારીખ થી ૬ ટકા વ્યાજ સાથે ફરિયાદ મંજૂર કરેલ હતી.

ગુજરનાર સાજીભાઈ હાજીભાઈ બાકરોલીયાના જાગૃત ખેડૂત વારસદારો દ્વારા રાજકોટની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અન્યથા વીમા કંપનીઓ ખેડૂતોને અવનવા નિયમો બતાવીને ક્લેઇમની રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરે છે અથવા તો ચૂકવતા જ નથી. ત્યારે આ ચુકાદો ખેડૂતોની જાગૃતતા અને શિક્ષિત ખેડૂતો દ્વારા કંપની સામે કોર્ટમાં જઈને વળતર મેળવ્યું છે.

આ કેસમાં અરજદારોના એડવોકેટ કોર્ટમાં સાબિત કરવામાં સફળ થયા હતા કે વીમા કંપની દ્વારા ખોટું કારણ દર્શાવી કલેઇમનો દાવો નામંજુર કરવામાં આવેલ છે. જ્યારે કોર્ટે ફરિયાદીના એડવોકેટની ધારદાર દલીલ માન્ય રાખી વારસદારને ૩૦ દિવસમાં મૂળ રકમ રૂપિયા 5 લાખ તથા ફરિયાદ દાખલ તારીખ થી અત્યાર સુધીનું 6% વ્યાજ સહિત રકમ ચુકવવા હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ગુજરનારના વારસદારના અરજદારો વતી એડવોકેટ તરીકે રાજકોટના નામાંકિત એડવોકેટ બશીરભાઈ બાદી રોકાયેલા હતા. (જેવો મુળ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના વતની છે.)

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો