રાજય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: પ્રમોશન માટેના જૂના નિયમો રદ્દ

રાજય સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છ, જેમાં કર્મીઓના પ્રમોશનના જૂના નિયમો રદ્દ કરી દીધા છે. જયારે વર્ગ-1થી 3ના કર્મચારી-અધિકારીનો પ્રમોશનના જૂના નિયમો રદ્દ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે તમામ સરકારી કર્મીઓને પ્રોમોશન આપવાના જૂના નિયમોને રદ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, હવે વર્ગ-1ના અધિકારીને બીજા તબક્કાથી પ્રથમ તબક્કાનું પ્રમોશન આપવા માટે‘વેરી ગુડ’નું બેન્ચમાર્ક નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે વર્ગ-3માંથી વર્ગ-2માં પ્રમોશન આપવા માટે ગુડ બેન્ચમાર્ક નક્કી કરાયું છે.

પ્રમોશન મેળવનાર અધિકારીઓની સર્વિસ બુકમાં વેરી ગુડ કે ગુડ બેન્ચમાર્ક જેવી કામગીરી હશે તો જ બઢતી મળશે. તેથી અધિકારીઓની સારી કામગીરી હશે તો જ તેમને પ્રમોશન મળશે. જ્યારે જે સરકારી અધિકારીની કામગીરી સારી નહીં હોય તો તેમનું પ્રમોશન અટવાઇ શકે છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો