Placeholder canvas

છતર પ્રાથમિક શાળામાં 74 માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી

ટંકારા: છતર પ્રાથમિક શાળામાં 74 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ‘દીકરીની સલામ દેશને નામ’ કાર્યક્રમ યોજાઈ ગયો.જેમાં ગામમાં ઉચ્ચ અભ્યાસ કરી રહેલ અને આ શાળામાં જ અભ્યાસ કરેલ દીકરી ભાવિશાબેન પ્રવીણભાઈ સારેસાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

જેમના હસ્તે ધ્વજવંદન થયું તે ભાવિષાબેનનું ગામના સરપંચ કોમલબેન રસિકભાઈ ભીમાણીના હસ્તે સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું, ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલ વિદ્યાર્થીઓને આર્ય વિદ્યાલય દ્વારા સ્વ. મેહુલભાઈ કોરીંગાના સ્મરણાર્થી શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.તથા દાતાશ્રી અરવિંદભાઈ સારેસા , ભાવેશભાઈ સોજીત્રા, કલ્પેશભાઈ ખોયાણી દ્વારા પ્રોત્સાહિત ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા, ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા શાળા માટે T. V. ભેટમાં આપવાની જાહેરાત કરવામાં આવી, સાથે સાથે દેશભક્તિનો નાનો એવો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ધોરણ 1 થી 8 ના બાળકોએ ભાગ લીધેલ ,ધોરણ 1 થી 8 ના બાળકોને તેમના વર્ગ શિક્ષક દ્વારા દેશભક્તિ ગીત, બાળગીત, દેશભક્તિ પીરોડી ડાન્સ ,પિરામિડ જેવી સુંદર મજાની કૃતિ તૈયાર કરવામાં આવી હતી.

આ તકે ગામના આગેવાનો રસિકભાઈ ભીમાણી, રાજેશભાઈ સારેસા, ભીમાણી તરસીબાપા, ઝીણાભાઈ મુંધવા, અરવિંદભાઈ સારેસા, રાણાભાઇ વાલજીભાઈ ભરવાડ, મોહિતભાઈ લુણાગરિયા, પરમાર સંજયભાઈ, અશોકભાઈ સોજીત્રા, પ્રવીણભાઈ સારેસા, બીપીનભાઈ, ખેંગારભાઈ, જલુ ભાઈ પરમાર, ઇલાબેન સારેસા, કિરણબેન સારેસા, કાંતાબેન સારેસા, જૂણાત રોશનબેન, મિતલબેન સારેસા, એસ.એમ.સી.ના અધ્યક્ષ અને તમામ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમની તૈયારી માટે શાળાના શિક્ષક મિત્રો વાછાણી ચેતનાબેન, પીઠડીયા હીનાબેન, ભાલોડી અંજનાબેન, ભોરણિયા ઘનશ્યામભાઈ, અગ્રાવત ડિમ્પલબેન, વેકરીયા ભાવિશાબેન ,ભોજાણી હેતલબેન દ્વારા ખાસ જહેમત ઉઠાવી હતી, આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ -8 ના વિદ્યાર્થી સારેસા મિતેશ તથા શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું,

કપ્તાન ન્યૂઝના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://chat.whatsapp.com/EZoCrbT5Ig3B83W0FEI5cN

આ સમાચારને શેર કરો