Placeholder canvas

રાજકોટ: કીટીપરામાં આસિફ જુણેજાની છરીના ઘા ઝીંકી હત્યા

વહેલી સવારે ત્રણ વાગ્યે ઢોર દોહવા ગયેલા ઝાકીરને વિક્કી ઉર્ફે અશોક સાથે માથાકૂટ થતા ઉશ્કેરાયેલા વિક્કીએ આસિફને છરીના બે ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

રાજકોટ: રાજકોટના કીટીપરામાં પિતરાઈ ભાઈના ઝઘડામાં સમાધાન કરવા ગયેલા યુવકને છરીના બે ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનો બનાવ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાયો છે.આ બનાવની જાણ થતાં જ પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.બનાવની જગ્યાએ લોકોના ટોળા એકત્ર થયા હતા.આ અંગે મૃતકના પિતરાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધવા તજવીજ આદરી છે.તેમજ આરોપીને સકંજામાં લેવા તજવીજ આદરી છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ શેરી.3માં રહેતા આસિફભાઈ ઇકબાલભાઈ જુણેજા(ઉ.વ.40)નામના યુવકને કીટીપરામાં વિક્કી ઉર્ફે અશોક પરમારે છરીના બે ઘા ઝીંકી દેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ત્યાં બેભાન રહેલા આસિફને તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.આસિફ તેમના પિતરાઈ જાકિર સાથે માલઢોરનો વ્યવસાય કરતો હતો.તેમને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે.પોતે એક ભાઈ ત્રણ બહેનમાં મોટો અને ઘરનો આધાર સ્થંભ હતો.યુવકના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

બનાવની જાણ થતાં જ પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એમ.એ.ઝણકાટ અને પીએસઆઈ એસ.આર.જોગરાણા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બંદોબસ્ત ગોઠવી વિક્કીને ઝડપી લેવા તજવીજ આદરી છે.આ સમગ્ર ઘટના અંગે ઝાકીરે જણાવ્યું હતું કે,હું અને આસિફ માલઢોરનું કરીએ છીએ.આજે વહેલી સવારે ત્રણેક વાગ્યે અમારા માલઢોરનો વાડો કીટીપરા બાજુ આવેલો હોય ત્યાં હું ઢોર દોહવા જતો હતો ત્યારે રસ્તામાં વિક્કી પરમાર ઉભો હોય તેમણે મારુ ઍક્સેસ રોકી તેમાં મારવા લાગ્યો હોય જેથી તેમને આમ નહીં કરવા જણાવતા મારી સાથે માથાકૂટ કરી હતી.

બનાવ મામલે મેં આસિફને જાણ કરતા તે તુરંત કીટીપરામાં દોડી આવ્યો હતો અને વિક્કીને સમજાવતો હતો ત્યારે વિક્કીએ તેની પાસે રહેલી છરી કાઢી આસિફને બે ઘા ઝીંકી દીધા હતા.આ ઘટનામાં દેકારો કરતા વિક્કી ત્યાંથી પલાયન થઈ ગયો હતો અને આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા અને ઘરેથી પરિવારજનોને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે આવી ગયા હતા અને આસિફને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડવામાં આવતા તેમને ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યા હતા.

આ બનાવ અંગે પ્ર.નગર પીઆઇ એમ.એ.ઝણકાટ,પીએસઆઈ એસ.આર.જોગરાણા અને પીએસઆઈ કે.સી.રાણા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ કરી વિક્કીને સકંજામાં લેવા તજવીજ આદરી છે તેમજ બનાવ વાળી જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો