Placeholder canvas

દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેર કરશે

વિભાગ દ્વારા ગુજરાત સહિતના રાજ્યોમાં ધમાકેદાર મેઘસવારીની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી ત્રણ સિસ્ટમ ઉદ્દભવી છે અને તેના પ્રભાવ હેઠળ સારો અને વ્યાપક વરસાદ થઇ શકે છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અન્યત્ર પણ વ્યાપક વરસાદ થઇ શકે છે. અરબી સમુદ્ર પર સાયક્લોનીક સરક્યુલેશન સર્જાયુ છે.

આ સિવાય રાજસ્થાન પર પણ એક સિસ્ટમ ઉભી થઇ છે. અન્ય એક સિસ્ટમ પણ છે આ ત્રણેય સિસ્ટમના પ્રભાવ હેઠળ રાજ્યના દક્ષિણ ભાગ તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ભરુચ,સુરત, ડાંગ,નવસારી, વલસાડ, તાપી જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગિર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. જૂનાગઢ, અમરેલી,રાજકોટ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રવિવારે પણ હળવો, મધ્યમ વરસાદ થયો હોવાનું ઉલ્લેખનીય છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો