Placeholder canvas

વાંકાનેર: યુવતીને પ્રેમજાળમાં ફસાવી,લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો, પછી શુ થયું ? જાણો…

વાંકાનેર શહેરમાં રહેતી યુવતીને એક ઇસમેં પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી કચ્છ જીલ્લાના માંડવી ખાતે લઇ જઈને શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ લગ્નની વાત કરતા યુવાને લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો..! જેથી હાલમાં ભોગ બનેલ યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ કરી છે.

વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે ભોગ બનેલ યુવતીએ સુલતાન નામના શખ્સની સામે પોલીસફ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે થોડા દિવસો પહેલા સોશ્યલ મિડીયા થકી તેણી સુલતાન નામના ઇસમના સંપર્કમાં આવી હતી. બાદમાં બંને મોબાઈલ ઉપર પણ અવારનવાર વાતચીત કરતા હતા.ગત તા.6 જુનના રોજ સુલતાન સાથે મોબાઈલમાં વાતચીત થઇ હતી.

જેમાં જન્મ તારીખનો દાખલો, આધારકાર્ડ લઈને આવી જવા માટે સુલતાને કહ્યું હતું તેની સાથે બાઈકમાં તેનો મિત્ર નરેશ હોય જેથી ભોગ બનનાર યુવતી આરોપી સુલતાન અને તેના મિત્ર નરેશ સાથે મોરબી આવી હતી અહીથી માંડવી-કચ્છની બસમાં તેઑ માંડવી પહોંચ્યા હતા. જ્યાં રૂમમાં દસ દિવસ રહ્યા હતા તે દરમિયાનમાં ત્રણથી ચાર વખત તેણીની ઇચ્છા વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.

જો કે યુવતીએ લગ્નનું પૂછતાં સુલતાને કહ્યું હતું કે, મારી માતાએ કહ્યું છે કે, અન્ય કોઈ સમાજ સાથે લગ્ન કરીશ તો તને અપનાવીશુ નહિ. બાદમાં ભોગ બનનાર યુવતી તેમજ પ્રેમના બહાને યુવતીનું શોષણ કરનાર સુલતાન અને તેનો મિત્ર નરેશ ત્રણેય માંડવીથી એસટી બસમાં બેસીને પરત મોરબી આવ્યા હતા. આ મામલે ભોગ બનનાર યુવતીએ પોતાની માતાને સમગ્ર હકીકતની જાણ કરતા તેણીની માતા, ફૈબાના દીકરા અને યુવતીના મામા સહિતનાઓએ યુવતીને ફરિયાદ કરવાનું કહેતા આખરે યુવતીએ હિંમત કરીને ફરિયાદ નોંધાવી હતી.

વાંકાનેર સીટી પોલીસે હાલમાં પ્રેમનો ઢોંગ રચીને યુવતીનું શોષણ કરનાર સુલતાન વિરુદ્ધ આઈપીસી કલમ 376 (2), એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો