Placeholder canvas

ભર ઉનાળે વરસાદી વાતાવરણ: ગાજવીજ અને પવન સાથે છાંટા પડ્યા…

વાંકાનેર: આજે વહેલી સવારથી સમગ્ર વાંકાનેર તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, વહેલી સવારે છાંટા શરૂ થઈ ગયા હતા જ્યારે સૂર્ય ઉગવાની સાથે જ પવનની ગતિ પણ વધી હતી અને ગાજવીજ પણ શરૂ થયો હતો. લગભગ તાલુકાભરમાં છાંટા પડ્યા હોવાની માહિતી મળી છે.જ્યારે શહેરી વિસ્તારમાં થોડાક વધુ છાંટા પડ્યા હતા.

હવામાનની આગાહી મુજબ આજે ભરઉનાળે વાંકાનેર તાલુકા સહિત સમગ્ર મોરબી જિલ્લામાં વરસાદી વાતાવરણ છે અને ગમે ત્યારે વરસાદ આવી શકે તેવું લાગી રહ્યું છે, હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

આ કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ નુકસાન થશે, ખેડૂતોના અત્યારે ખાસ કરીને ઘઉં ,ડુંગળી, જુવાર જેવા પાકો ખેતરમાં ઊભા છે, કેટલીક જગ્યાએ ઘઉં વઢાવીને ખેતરમાં પાથળા પડ્યા છે, તેમજ પશુ માટેનો ચારો, જુવાર વગેરે પણ ખેતરમાં ઉભા છે. આ તમામ પાકોમાં ખૂબ નુકસાન થશે તેમ જ જેમાં કાપણી અને લરણી થઈ ગઈ છે તે પાક ખૂબ બગડવાની શકયતા છે. આમ ખેડૂતોને પૈળા પર પાટુ સમાન આ માવઠું સાબિત થશે.

આ સમાચારને શેર કરો