Placeholder canvas

વાંકાનેર: કેરાળા ગામે યુવકને ઘર પાસે આટો મારવાની નાં પાડતા ચાર શખ્સોએ માર માર્યો

વાંકાનેરના કેરાળા ગામે યુવકે પોતાના ભાઈની દીકરીના પરિચત યુવકને ઘર પાસે આંટો ફેરવો મારવા બાબતે ઠપકો આપતા તેનો ખાર રાખીને ચાર શખ્સોએ યુવક અને તેના પરિવારજનો પર હુમલો કરી તેમને માર માર્યો હતો. આ મામલે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

વાંકાનેરના કેરાળા ગામે રહેતા વનરાજભાઈ કરશનભાઈ વેકરીયાએ આરોપીઓ પરબત નારણભાઇ ગમારા, વિજય કમશીભાઇ ગમારા, રવીભાઇ સામતભાઇ ગમારા, અને ભરતભાઇ ગોવિંદભાઇ ગમારા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ 14 માર્ચ ના રોજ કેરાળા ગામે સવારના સાત વાગ્યે તેઓ પોતાના કુટુંબી ભાઈ પરસોત્તમભાઈ નરસીભાઇ વેકરીયા તથા મંગાભાઈ નરસિંહભાઈ વેકરીયાના ઘરે હતા. એ સમયે મંગાભાઈએ વાત કરેલી કે રાજાવડલા ગામનો મનીષ સામતભાઈ ગમારા તેમની દીકરીના પરિચયમાં છે અને વહેલી સવારથી ઘરની આજુબાજુ આંટાફેરા મારતો હતો. જેથી તેને ઘરની આજુબાજુ નહીં આવવા માટે ઠપકો આપવામાં આવ્યો હતો.

જે બાદ ઘરની બહાર તમામ આરોપીઓ હાજર હતા અને વિજય ગમારાના હાથમાં લાકડી હતી જેથી ઘરની બહાર નીકળીને વનરાજભાઈએ તેમને પૂછ્યું હતું કે તમે અહીંયા શું કરવા માટે આવેલા છો ત્યારે વિજય ગમારા કહ્યું હતું કે તમે મનીષને કેમ ઠપકો આપ્યો છે એમ કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને અપશબ્દો કર્યા હતા. એ સમયે વનરાજભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે વનરાજભાઈને ઢોર માર માર્યો હતો.

એ વખતે તેમને બચાવવા માટે ઘરમાંથી તેમના ભાભી કનુબેન ધીરુબેન વેકરીયા તથા મુક્તાબેન મંગાભાઈ વેકરીયા બહાર નીકળ્યા હતા અને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા તો તેમને પણ ચારેય શખ્સોએ લાકડી વડે માર માર્યો હતો અને અપશબ્દ કહ્યા હતા. એ સમયે આસપાસના લોકો એકઠા થઈ જતા આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા.જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી આરોપી વિજય ગમારા, રવિ ગમારા અને ભરત ગમારાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો