વાંકાનેર

વાંકાનેર: વિઠ્ઠલપરમાંથી દેશી દારૂની ભઠ્ઠીના મુદામાલ સાથે બે ઝડપાયા

વાંકાનેર પોલીસે ચોક્કસ બાતમીને આધારે વિઠ્ઠલપર ગામે સીમાળે આવેલ નદીના કાંઠે દરોડા પાડીને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે અને દેશી પીવાના દારૂ ગાળવાની ભઠ્ઠી,દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો, બેરલ સહીતનો મુદામાલ જપ્ત કર્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પોલીસે ચોક્કસ બાતમીને આધારે વિઠ્ઠલપર ગામની સીમમાં નદીના કાંઠે ખરાબામાં દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી વિક્રમ દિનેશભાઇ વિંઝવાડીયા અને શંકરભાઇ વજાભાઇ સારલાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી પોલીસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી ગરમ આથો લીટર-પ૦ કિમત રૂપિયા ૧૦૦, ઠંડો આથો લીટર-૮૦૦ કિમત રૂપિયા ૧૬૦૦, ગરમ દેશી દારૂ લીટર-૨૦ કિમત રૂપિયા ૪૦૦, ઠંડો દેશી દારૂ લીટર-૧૫૦ કિમત રૂપિયા ૩૦૦૦,  ભઠ્ઠીના સાધનો કિમત રૂપિયા રરપ૦ મળી કુલ રૂપીયા ૭૩૫૦ સાથે હાજર મળી આવ્યા હતા. પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો