Placeholder canvas

ગુજરાત: કઈ નગરપાલિકામાં પ્રમુખપદની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના 15 સભ્યો સસ્પેન્ડ થયા?

ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ પદની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. વિકાસના કામમાં ગેરરીતિ મામલે 15 સભ્યો સસ્પેન્ડ થયા છે. આજે પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજવાની છે, તેના ગણતરીના કલાક પહેલાં જ કોંગ્રેસના સભ્યો સસ્પેન્ડ થતા ખળભળાટ મચી ગયો છે.

બનાસકાંઠાઃ ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ પદની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. વિકાસના કામમાં ગેરરીતિ મામલે 15 સભ્યો સસ્પેન્ડ થયા છે. આજે પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજવાની છે, તેના ગણતરીના કલાક પહેલાં જ કોંગ્રેસના સભ્યો સસ્પેન્ડ થતા ખળભળાટ મચી ગયો છે.

ગેરરીતિ મામલે અનેક ઠરાવોમાં ભાજપ સભ્યોની સહી હોવાથી લટકતી તલવાર છે. આજે ચૂંટણી યોજાશે કે નહીં તે પણ અસમજસની સ્થિતિ છે. ધાનેરાના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળશે.

આ સમાચારને શેર કરો