Placeholder canvas

આજે વાંકાનેરમાં એક ઇંચ અને ટંકારામાં સવાબે ઇંચ વરસાદ પડ્યો.

ભારે ઇન્જા બાદ આખરે મેઘરાજ નું ગુજરાતમાં આગમન થયું છે તેમાં ગઈકાલથી મોરબી જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે આ વરસાદ પડવાથી ખેતીમાં લાભ અને નુકસાન બને રહેલા છે પરંતુ નદી નાળામાં પાણી આવશે તો લાંબા ગળે તેમનો લાભ જ રહે….

ગઈકાલ વરસાદ વરસીઓ સમગ્ર મોરબી જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો સૌથી વધુ હળવદમાં વરસાદ પડ્યો હતો જ્યારે આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો આજે 9:00 વાગ્યા સુધીમાં વાંકાનેરમાં (24mm) એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે ટંકારામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

વાંકાનેરમાં ગઈકાલ સુધી સીઝનનો કુલ 396 એમએમ (15.50 ઇંચ) વરસાદ પડ્યો હતો જ્યારે આજે વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ 09:00 વાગ્યા સુધી 24 એમએમ એટલે કે લગભગ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આમ વાંકાનેરમાં સિઝનનો કુલ વરસાદ 16.53 ઇંચ (420 mm) જેટલો પડ્યો છે.

ટંકારામાં વહેલી સવારે ચાર વાગ્યેથી આઠ વાગ્યા સુધીમાં સવા બે ઈચ વરસાદ પડ્યો

સવારે 4 થી 6 મા 22 mm અને 6 થી 8 દરમિયાન 35 મીલીમિટર વરસાદ વરસ્યો નદી નાળામાં નવા નિરની આવક ખેતરોમાથી પાણી નિકળી ગયા. સિઝનનો કુલ વરસાદ 605 આંબી ગયો. જગતતાતને હજી ડેમ ઓવરફલો થઇ જાય એટલા હેતની જરૂર.

આ સમાચારને શેર કરો