Placeholder canvas

વાંકાનેર પંથકમાં વરસાદી માહોલ: ધીમી ધારે વરસાદ ચાલુ…

વાંકાનેર: ગત મોડી રાત રહેતી વાંકાનેર પંથકમાં ધીમીધારે વરસાદ ચાલુ થયો છે જે સવાર સુધી જ સતત ચાલુ રહ્યો હતો અને હજુ પણ ચાલુ છે.

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકામાં ગત મોડી રાત્રે થી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો ક્યારેક ક્યારેક વધુ ઝાપટું પણ આવી જતું હતું ગાજ વીજ અને વગર શાંતિથી વરસાદ પડ્યો છે. છેલ્લા 15 દિવસથી કાગ નજરે વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા હતા ત્યારે ઘણી બધી રાહ જોવડાવ્યા બાદ વરસાદ આવ્યો જો કે વરસાદ શાંત પડવાથી ખેડૂતો માટે રાહતના સમાચાર છે. હવે આ વરસાદથી લાભ પણ થશે અને નુકસાન પણ થશે કેમકે ખેતીમાં કપાસ ઉપર બીજા અન્ય પાકો માં નુકસાન થવાની શક્યતા છે.

જો પવન વગર શાંતિથી વરસાદ વરસી જાય અને નદીનાળામાં પાણી આવી જાય તો સોમાસુ પાકમાં તો થોડું ઘણું નુકસાન થશે પરંતુ શિયાળો ભાગ લઈ શકાય આ ઉપરાંત પાણીની સમસ્યા પણ હળવી થઈ શકે…

આ સમાચારને શેર કરો