Placeholder canvas

કાલાવાડમાં મઘરાતે દોઢ ઇંચ વરસાદ ખાબક્યો…

જામનગર: કાલાવાડમાં શુક્રવારે મંડાયેલા મેઘરાજાએ મધરાત સુધીમાં દોઢ ઇંચથી વધુ પાણી વરસાવી દિધુ હતુ.જયારે ગ્રામ્ય પંથકમાં પણ હળવા વરસાદ બાદ શનિવારે સાંજે પણ કાલાવાડના નવાગામ, મોટી વાવડી અને ધુન ધોરાજી સહિતના પંથકમાં કમૌસમી વરસાદ પડ્યો હતો.જામજોધપુરના કડબાલ સહિતના ગ્રામ્ય પંથકમાં પણ બપોર બાદ વરસાદી ઝાપટા પડયાના અહેવાલ મળ્યા છે.

ચોમાસની સત્તાવાર વિદાય થઇ ચુકી છે ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે રાજયના અમુક સ્થળોએ વરસાદની હવામાન વિભાગે આગાહી પણ કરી છે.જે દરમિયાન કાલાવાડમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો જે સાથે મંડાયેલા મેઘરાજાએ ફરી તોફાની ઇનિંગ સાથે બે કલાકમાં જ દોઢ ઇંચ પાણી વરસાવી દેતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.જે સાથે ગ્રામ્ય પંથકમાં પણ હળવા ઝાપટા વરસ્યા હતા.

કાલાવાડ ગ્રામ્યમાં શનિવારે બપોર બાદ ફરી વાતાવરણ ગોરંભાયુ હતુ જેમાં આજથી નવરાત્રી પર્વ શરૂ થઇ રહયુ છે ત્યારે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી રાસ ગરબા રમવા માટે થનગનતા ખેલૈયાઓ પણ ચિંતિત બન્યા છે.

આ સમાચારને શેર કરો