Placeholder canvas

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આ પાંચ તારીખોમાં પડશે ભારે વરસાદ…

➡️ હવામાન વિભાગની આગાહીરાજ્યમાં 24થી 28 નવેમ્બર દરમિયાન પડશે કમોસમી વરસાદ

➡️ તા.25 અને 26 નવેમ્બરે ભારે વરસાદ પડવાની સંભાવના

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહન્તીએ રાજ્યમાં 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે.જ્યારે 25 અને 26 નવેમ્બરે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.જે બાદ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના સાથે રાજ્યના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી કરી છે. પૂર્વિય પવનોથી આવતા ભેજના લીધે તેમજ સાક્લોનિક સર્ક્લુલેશન અને ટ્રફ સક્રિય થતા રાજ્યના લોકોએ કમોસમી વરસાદનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ શકે છે.

તા.25મીથી ઠંડીનો ચમકારો શરૂ થશે

મોહન્તીના જણાવ્યા મુજબ વરરાદની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે, જ્યારે રાજ્યના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદની સંભાવના છે. તેમણે એમ પણ જણાવ્યું કે, તા.27 નવેમ્બરથી વરસાદનું જોર ઘટશે. અને 25મીથી ઠંડીનો ચમકારો શરૂ થઈ જશે. દરમિયાન કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થઈ શકે છે. શિયાળાની શરૂઆત થાય એટલે રવિ પાકની તૈયારીઓ શરૂ થઈ જાય છે, જેમાં ખેડૂતો વટાણા, ચણા, સરસવ, ઘઉં, બટાટા જેવા પાકોની ખેતી કરતા હોય છે, ત્યારે કમોસમી વરસાદના કારણે આ પાકોને નુકસાન થવાની પણ સંભાવના છે.

આ સમાચારને શેર કરો