Placeholder canvas

રાજ્યમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, ભારે વરસાદની કોઈ શકયતા જણાતી નથી. આજે પણ સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. ઉત્તર મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે. સાથે જ અમદાવાદમાં પણ હળવા વરસાદની સંભાવના છે.

સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં 159 મીમી વરસાદ થવો જોઈએ, પરંતુ 21 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 17 મીમી જ વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજકોટમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

આ સમાચારને શેર કરો