Placeholder canvas

વાંકાનેર: તીથવા ગામની સીમમાં ચાલતા જુગારધામમાંયહી 9 જુગારી પકડાયા.

વાંકાનેર તાલુકાના તીથવા ગામે ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ૯ જુગારીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન તીથવા ગામે બંધારની સીમમાં અરણીટીંબાના સીમાળે આરોપી જાહીરઅબ્બાસ મામદહુશેન ચૌધરી પોતાની વાડીની ઓરડીમાં જુગાર રમવાના સાધનો અને સામગ્રી પૂરી પાડીને તેની અવેજીમાં નાલ ઉઘરાવી ગંજી પત્તાના પાના વડે જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે દરોડા કરી ત્યાં જુગાર રમતા જાહીરઅબ્બાસ મામદહુશેન ચૌધરી, ઇલ્યાસભાઇ રહીમભાઇ શેરસીયા, રમેશભાઇ ઉર્ફે ભુપત વીંભાભાઇ ફાંગલીયા, નીજામુદીન અલીભાઇ શેરસીયા, અહેમદભાઇ હુશેનભાઇ પરાસરા, માહમદરફીક આહમદભાઇ વકાલીયા,ભરતસિંહ સજુભા ઝાલા, બટુકસિંહ ચંપુભા ઝાલા અને દીવ્યરાજસિંહ દશરથસિંહ જાડેજાને રોકડ રકમ રૂ. ૯૨,૪૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો