Placeholder canvas

હજુ પાંચ દિવસ હવામાન વિભાગની વરસાદની આગાહી…

સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું રહેશે….

રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં આગામી પાંચ દિવસ ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આગામી ચાર-પાંચ દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે.

બિપરજોય વાવાઝોડાની અસર બાદ બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવાર અને મંગળવારે મહિસાગર, નવસારી, વલસાડ, દાહોદ, પંચમહાલ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો