Placeholder canvas

આજે શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખનો ચાર્જ સંભાળશે.


આજે ભગવાન જગન્નાથ મંદિરે દર્શન કરીને શક્તિસિંહ ગોહિલ ચાર્જ સંભાળશે. આ અંગે શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જન્મદિવસ છે. જેથી તે આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળશે. વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાંથી મને તમામ ગુજરાતીઓનો સાથ સહકાર મળ્યો છે. જગદીશ ઠાકોરે ખૂબ મહેનતથી પોતાની જવાબદારી નિભાવી છે, ત્યારે હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છે.

ત્યારે વધુમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગાંધીજીએ સત્યને સાથે રાખી અંગ્રેજો સામે લડત લડી હતી. દેશનાં લોકોએ બાપુને સાથ આપી આઝાદીની લડાઈ લડી હતા. હું પણ મારી તાકાત પર નહી પણ બાપુની જેમ સત્યને સાથે લઈ ગુજરાતીઓનાં પ્રેમની માંગ કરૂ છું. ગુજરાતમાં મુઠ્ઠીભર માણસો માલામાલ થાય છે ગુજરાતની અસ્મિતિ નથી. જરૂર પડે તો ટીકા કરજો પણ સાચી ટીકા કરજો. અમારી ભુલ હશે તે સુધારવા પ્રયાસ કરીશું.

આ મંચ પર ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ ઉપસ્થિત છે. અર્જુનભાઈ પોરબંદર હતા તેમ છતાં તેઓ આવ્યા તે બદલ તેમનો આભાર માન્યો હતો. ભરતસિંહનો અગાઉથી કાર્યક્રમ નક્કી હતો તેમ છતાં તે આવ્યા. ત્યારે હાલ યુવાનો પાસે રોજગારી નથી, પેપરો ફૂટે છે. ખેડૂતો હેરાન છે. ગુજરાતમાં કોઈ પણ કામ ભ્રષ્ટ્રાચાર વિના થતું નથી

આ સમાચારને શેર કરો