Placeholder canvas

આગામી 4 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ચાર દિવસ ફરી ગુજરાતમાં પ્રિમોન્સૂસ એક્ટિવિટીના ભાગરૂપ વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઇ શકે છે. ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવાં આવી છે.

નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદી માહોલ રહેશે. જો કે અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ અમદાવાદમાં થંડર સ્ટ્રોમની અસર રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારમાં તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. જો કે વાવાઝોડાની અસરના કારણે ભેજના કારણે ગરમીમાં વધારો થશે.

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. તાલુકા કક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યનાં તમામ બંદરો પર ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. દરિયાકિનારે અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના દરિયામાં કરંટના કારણે 8થી 10 ફૂટ ઊંચાં મોજાં ઊછળતાં જોવા મળી રહ્યાં છે.

આ સમાચારને શેર કરો