skip to content

ગુજરાતના 15 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી…

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. સુરત, નર્મદા, તાપી, બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આગામી સાત દિવસ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, તાપી, ગાંધીનગર અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

આજે ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અને 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં રેડ અલર્ટ અપાયું છે. તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સાથે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર બોટાદમાં પણ ઓરેન્જ અલર્ટ અપાયું છે. તો રાજકોટ, મોરબી અને કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર -કચ્છ પર નવી સિસ્ટમ બની છે. હાલમાં ગુજરાત પર ત્રણ સિસ્ટમ સર્જાઈ છે. એક દક્ષિણ ગુજરાત પર, બીજી ઉત્તર ગુજરાત પર અને રાજસ્થાન તરફ ત્રીજી છે. આ સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિઓ વધી છે. જેના કારણે ગુજરાતમાં આખો જુલાઈ મહિનામાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેશે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આકશી આફતની આગાહી કરી છે. સમુદ્રમાં એકના બદલે બબ્બે સિસ્ટમ સક્રિય થયા હોવાની વાત પણ કરવામાં આવી છે. એકના બદલે સમુદ્રમાં બબ્બે સાયક્લોનિક સિસ્ટમો સક્રિય થતાં હવે ગુજરાત પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે.

આ સમાચારને શેર કરો