skip to content

રાજકોટ રેન્જ આઈજીના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા પોલીસની સંકલન બેઠક મળી

મોરબી : આજે મોરબી એસપી કચેરી ખાતે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમારના અધ્યક્ષ સ્થાને પદાધિકારીઓ અને અધિકારીઓની એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી જ હાજર રહ્યા જ્યારે અન્ય ધારાસભ્ય અને એક પણ સાંસદ સભ્ય હાજર રહ્યા ન હતા.

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે, આજે મળેલી મોરબી જિલ્લા પોલીસની સંકલન બેઠકમાં ખાસ કોઈ મોટા પ્રશ્નો રજૂ થયા ન હતા. ગત મીટીંગના જે પ્રશ્નો હતા તેની સમીક્ષા કરવામાં આવી હતી. તમામ પદાધિકારીઓ પોલીસ વિભાગની કામગીરીથી સંતુષ્ટ છે. આ ઉપરાંત ભંગારના ડેલાઓ બાબતે ચર્ચા થઈ હતી અને ભંગારના ડેલાઓનું રજિસ્ટ્રેશન કરી તે અંગે એક નીતિ બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો