વાંકાનેર: રસિકગઢ સીમમાં કુવામાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી…

વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામની સીમમાં કૂવામાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા ગામના લોકોએ વાંકાનેર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

મળેલી માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસની હદમાં આવેલા રસીકગઢ ગામેથી વાંકાનેર શહેર પોલીસ મથકે ફોન આવ્યો કે ગામની સીમમાં કુવામાં એક લાશ પડી છે. જેના અનુસંધાને વાંકાનેર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સીમમાં આવેલ કુવામાં એક યુવકની લાશ પડી હતી. જેમને બહાર કાઢવામાં આવી, એ મૃતક યુવાનની ઉંમર આશરે 35 થી 40 વર્ષની હશે, જેમને કાળા કલરનો શર્ટ પેરેલ હોય તેના વાલી વારસદારની શોધ ખોળ શરૂ કરવામાં આવી છે. જેમની તપાસ વનરાજસિંહ ઝાલા તપાસ ચલાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો