મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત, 45 ઘાયલ…

સુરતથી સાપુતારાના પ્રવાસે આવેલી એક ખાનગી બસના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. જેમાં બે બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે 45 મુસાફરો ઘાયલ થયા છે. હાલ રાહત અને બચાવ કામગીરી જારી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરોથી ભરેલી લકઝરી બસ ખીણમાં ખાબકી હતી. પરિણામે ઘણા મુસાફરો તેની નીચે દબાય ગયા હતા. જેમાં બે બાળકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ મળ્યા છે. બસમાં કુલ 65 લોકો સવાર હતા.

બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે સ્થાનિક લોકોનું ટોળું ઉમટી પડ્યું છે.

આ સમાચારને શેર કરો