skip to content

મોરબીમાં સ્કોર્પિયોએ સ્વીફ્ટ કારને ફિલ્મી ઢબે ટક્કરો મારી, સ્વીફ્ટનો બુકડો, બે ને ઇજા.

મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર સ્કોર્પિયોએ એક કારને ફિલ્મી ઢબે ટક્કરો મારી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં 2 વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર બપોરના અરસામાં સ્કોર્પિયો એ સ્વીફ્ટને જોરદાર ટક્કર મારી હતી. બાદમાં સ્કોર્પિયોએ રિવર્સ લઈને ફરી બીજી ટક્કર મારી હતી. જેને કારણે સ્વીફ્ટનો બુકડો વળી ગયો હતો. સ્વીફ્ટમાં 4 લોકો બેઠા હતા. સ્કોર્પિયોમાં 6 લોકો બેઠા હતા. સ્વીફ્ટમાં બેઠેલા જુસબ ગફુરભાઈ જામ અને સુલતાન સરમન સુમરા રહે. વિશિપરા વાળાને ઇજાઓ પહોંચી હતી. આ ઘટના પાછળ જૂનો ડખ્ખો કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ સમાચારને શેર કરો