રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે કઈ ટ્રેન ? ક્યાં દિવસે ? રદ થઈ.! જાણવા વાંચો.
મોરબી : રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 2 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 04.02.2023 થી 12.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 07.02.2023 થી 11.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 07.02.2023 થી 11.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 06.02.2023 થી 11.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 07.02.2023 થી 12.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેન 11.02.2023 ના રોજ રદ.
• ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 12.02.2023 ના રોજ રદ.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને 02.02.2023 થી 10.02.2023 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને 03.02.2023 થી 11.02.2023 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસને 02.02.2023 થી 10.02.2023 સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને 03.02.2023 થી 11.02.2023 સુધી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને 03.02.2023 થી 11.02.2023 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને 03.02.2023 થી 11.02.2023 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસને 06.02.2023 થી 10.02.2023 સુધી બાંદ્રાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વાંકાનેર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસને 07.02.2023 થી 10.02.2023 સુધી વાંકાનેરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-વાંકાનેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
જેથી આ સમય દરમિયાન જે કોઈ લોકોને મુસાફરી કરવાની હોય તે ઉપર મુજબની નોંધ ને ધ્યાનમાં લઈને મુસાફરીનું આયોજન કરે. તેમજ અગાઉ બુક કરેલ ટિકિટ ની માહિતી મેળવીને યોગ્ય કરવુ. જેથી મુસાફરીના સમય વખતે કોઈ મુશ્કેલી ઊભી ન થાય.