Placeholder canvas

એરપોર્ટ જઇ રહેલી કારનું બસ સાથે અકસ્માત, 4નાં ઘટના સ્થળે મોત.

લ*** જવા માટે એરપોર્ટ જતીબારડોલી: ગત મધરાત્રે સુરત-મુંબઇ નેશનલ હાઇવે ઉપર આવેલા ચારોટી જંકશન પાસેના કાસા ગામની સીમમાં એક ભયંકર અકસ્માત થયો હતો. મૂળ બારડોલીના બે એન.આર.આઇને એરપોર્ટ ઉપર મૂકવા જઇ રહેલી સ્કોડા કારને અગમ્ય સંજોગોમાં ગંભીર અકસ્માત નડતા કારમાં સવાર 4 લોકોનાં ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજતાં બારડોલીમાં ગમગીની છવાઈ હતી. સમાચારને પગલે બારડોલીના વ્હોરવાડ વિસ્તારમાં સગાંસબંધીઓ સહિત મુસ્લિમ સમાજના લોકો અકઠાં થઈ ગયા હતા.

બારડોલીમાં પરિવારને મળવા માટે આવેલા NRI ઇબ્રાહિમ દાઉદ તથા આશિયા કલેક્ટર લંડન જવાનાં હોવાથી તેમના સંબંધી ઇસ્માઇલ મહંમદ દેસાઈ સ્કોડા કારચાલક મહંમદ સલામ હાફેજી સાથે બાય રોડ મુંબઈ એરપોર્ટ જવા નીકળ્યા હતા. મળસકેના 4 વાગ્યાના આસપાસના સમયે તેઓની સ્કોડા કાર બસ સાથે અથડાતા કારમાં સવાર ચારે ચારનાં ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં.

કપ્તાન ન્યૂઝના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://chat.whatsapp.com/EZoCrbT5Ig3B83W0FEI5cN
આ સમાચારને શેર કરો