મોરબી: રફાળેશ્વર જીઆઇડીસીમા ફટાકડા ફોડતા લાગી આગ…
મોરબી : મોરબીના રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આજે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામા એલિટ સીરામીકમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ ટીમે દોડી જઇ આગ બુઝાવી હતી. વધુમાં ફાયર બ્રિગેડના સૂત્રોએ ઉમેર્યું હતું કે, સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિકો ફટાકડા ફોડતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે.