વાંકાનેર તાલુકા પંચાયતની પંચાસીયા સીટ ઉપર ચૂંટણી લડતા ગુલમહંમદભાઇ બ્લોચના પુત્રવધુ
વાંકાનેર તાલુકા પંચાયતની પંચાસીયા સીટ ઉપરથી વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહમ્મદભાઈ બ્લોચના પુત્રવધુ જસ્મીનબેન જાહિદભાઈ બ્લોચ ચૂંટણી લડી રહ્યા છે.
ગુલમહંમદભાઇ બ્લોચ વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે, તેમજ છેલ્લા ત્રીસેક વર્ષથી તેઓ વાંકીયા સહકારી મંડળીના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. અને પંચાસીયા ગામના સરપંચ તરીકે પણ તેઓ સેવા આપી ચૂકયા છે. જેમના કારણે તેમનો દબદબો વાંકીયા અને પંચાસિયા બને ગામમાં જોવા મળે છે.
ગુલમહમદભાઇ બ્લોચ પાસે જ્યારે લોકો આવે છે ત્યારે તે હંમેશા લોકોની સાથે રહે છે, પછી તે ગમે તે કામ હોય તાજેતરમાં પંચાસીયા ગામના લોકો ના પ્રશ્ન તેઓ ખૂબ મદદરૂપ થયા છે. જેમના કારણે ત્યાંથી તેમને ખૂબ સારો આવકાર મળી રહ્યો છે. અને વાંકીયા તો હંમેશા તેમની સાથે જ રહે છે.
આમ આ વખતની પંચાસીયા તાલુકા પંચાયતની ચૂંટણીનો રંગ કંઇક અલગ છે. સાથોસાથ અહીંની જિલ્લા પંચાયતની રાતીદેવળી બેઠક ઉપર ભાજપમાંથી યુસુફભાઈ શેરસીયાના પુત્ર ચૂંટણી લડી રહ્યા હોવાથી એમનો પણ લાભ થશે.
તાલુકાની સમગ્ર ચૂંટણીમાં સૌનું ધ્યાન રાતીદેવડી જિલ્લા પંચાયત અને પંચાસીયા તાલુકા પંચાયત પર મંડરાયેલ રહેશે. હાલમાં તો અહીં આ બંને ઉમેદવારોનું પલ્લુ ભારે લાગે છે. બાકી તો મતદાર જ રાજા