રાજકીયવાંકાનેર

તીથવા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારનો પ્લસ પોઇન્ટ ‘વફાદારી’

વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેરમાં આવતી તીથવા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર નૂરજંહાબેન ઈસ્માઈલભાઈ કડીવાર હાલ વાલાસણ ગ્રામ પંચાયતના સરપંચ છે. આ પૂર્વે તેમના પતિ ઇસ્માઇલભાઈ કડીવાર પણ સરપંચ હતા.

છેલ્લા દશેક વર્ષથી વાલાસણ ગામના મતદારો ઈસ્માઈલભાઈ કડીવાર ઉપર સંપૂર્ણ ભરોસો મૂકીને ખોબલે ને ધોબલે મત આપતા રહ્યા છે. ગામે મુકેલા ભરોસો કાયમ રાખવા માટે આ દંપતી સતત ગામના વિકાસ માટે પ્રયત્નો કરી રહ્યું છે.

ઈસ્માઈલભાઈ કડીવાર એ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ગ્રામ પંચાયતથી કરી હતી. તેઓ શરૂઆતથી જ ભાજપ સાથે જોડાયા છે અને હંમેશા પાર્ટીને વફાદાર રહયા છે. તેમની આ વફાદારીની કદર કરીને તેમજ તેમની કામગીરી અને આ વિસ્તારમાં સૌ સાથેના સુમેળભર્યા સબંધોને લીધે પાર્ટીએ અથવા જિલ્લા પંચાયત ની ટિકિટ તેમને આપી છે. ઈસ્માઈલ પરિવારનો પ્લસ પોઈન્ટ જ વફાદારી છે.

ઈસ્માઈલ કડીવારને આ વિસ્તારના યુવાનો અને ભાજપના કાર્યકરો ચૂંટણી જીતાડવા માટે પ્રચાર કાર્ય કરી રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોતા ઈસ્માઈલ કડીવાર માટે ખૂબ સારું વાતાવરણ છે. બાકી તો મતદાર જ રાજા

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો