Placeholder canvas

સંસદમાં કાયદા પાછા ના ખેંચાય ત્યાં સુધી આંદોલન ખતમ નહીં થાય: ટિકૈત

સંયુક્ત કિસાન મોરચાએ ત્રણે કૃષિ કાયદા પાછા ખેંચવાના પીએમ મોદીના નિર્ણયનુ સ્વાગત કર્યુ છે.

ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, આંદોલન તાત્કાલિક પાછુ નહીં ખેંચાય.અમે એ દિવસની રાહ જોઈશું જ્યારે સંસદમાં નવા કાયદા રદ કરવામાં આવે.

દરમિયાન ખેડૂત સંગઠને કહ્યુ છે કે, ખેડૂતોનુ આંદોલન માત્ર ત્રણ કાળા કાયદા પાછા ખેંચવા માટે નહોતુ પણ સાથે સાથે તમામ કૃષિ પેદાશો માટે એમએસપીની ગેરંટી આપવા માટે પણ હતુ.ખેડૂતોની મહત્વની માંગણી હજી બાકી છે.સંયુક્ત કિસાન મોરચા તમામ સ્થિતિ પર નજર રાખશે અને બહુ જલ્દી પોતાની બેઠક બોલાવીને આગળના નિર્ણયોની જાહેરાત કરશે.

દરમિયાન રાકેશ ટિકેતે એમ પણ કહ્યુ છે કે, ખેડૂતો માટે હજી એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ પર કમિટી બનાવવાના મુદ્દે અને ખેડૂતો માટે વીજળી પૂરી પાડવા સહિતના મુદ્દાઓ પર વાતચીત થવાની બાકી છે.

આ સમાચારને શેર કરો