પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરના ઉપપ્રમુખ હરદેવસિંહ ઝાલાની ઇન્ડિયા ન્યુઝ ગુજરાતી ચેનલમાં નિમણુંક
મોરબી શહેર જિલ્લામાં વિવિધ પ્રશ્નોને વાચા આપી અને પત્રકાર જગતમાં ખુબ સારા મિત્ર સંબંધ ધરાવનાર એવા વાંકાનેરના ક્ષત્રિય સમાજના હરદેવસિંહ બી. ઝાલા કે જેઓ છેલ્લા પાંચ વર્ષથી પ્રજાલક્ષી સમાચારોને વાંચા આપી રાજકિય અગ્રણીઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ આગેવાનો વકીલમિત્રો પત્રકાર મિત્રોમાં સારી લોકચાહના પ્રાપ્ત કરી છે. વાંકાનેર રિપોર્ટર અને પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરના ઉપપ્રમુખ હરદેવસિંહ ઝાલાની તાજેતરમાં ઇન્ડિયા ન્યુઝ ગુજરાતી ચેનલમાં મોરબી જિલ્લાના રિપોર્ટર તરીકે નિમણુંક કરવામાં આવી છે.
હરદેવસિંહ ઝાલા છેલ્લા પાંચ વર્ષથી વાંકાનેરમાં મીડિયા ક્ષેત્રે સંકળાયેલા છે, અને પ્રેસ ક્લબ ઓફ વાંકાનેર ના ઉપપ્રમુખ છે. તેઓ ગુજરાત મિરર, મોરબી અપડેટ સહિતના મીડિયા ક્ષેત્રે સંકળાઇને વાંકાનેર પંથકની તમામ પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. ત્યારે તેમની હવે ઇન્ડિયા ન્યુઝ ગુજરાતી ચેનલમાં મોરબી જિલ્લાના રિપોર્ટર તરીકે નિમણુંક થઈ છે. તેથી હવે તેમનું કાર્યક્ષેત્ર સમગ્ર મોરબી જિલ્લા ભરમાં રહેશે અને આ મીડિયાના માધ્યમથી તેઓ મોરબી જિલ્લાના તમામ પ્રશ્નોને બખુબીથી વાચા આપશે. ત્યારે તેમની ઇન્ડિયા ન્યુઝ ગુજરાતી ચેનલમાં મોરબી જિલ્લાના રિપોર્ટર તરીકે નિમણુંક થતા મિત્રો, શુભેચ્છકોએ તેમના મોબાઈલ ૯૯૨૫૬૦૦૦૦૭ પર શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.
વાંકાનેરના પત્રકાર અને પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરના ઉપપ્રમુખ હરદેવસિંહ ઝાલાને પ્રેસ ક્લબ ઓફ વાંકાનેર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.