ટંકારા: સાધુ સમાજે રામાનંદચાર્યની 720મી જન્મ જયંતિ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવી

ગુરૂ મહારાજ નુ પુજન અર્ચન કરી પર્વચન બાદ સમુહ પ્રસાદ લીધો હતો.

By Jayesh Bhatasna -Tankara

જગતગુરૂ અને સાધુ સમાજના ગુરૂદેવ સમા રામાનંદચાર્ય ની 720મી જન્મ જયંતિ નિમિત્તે ટંકારાના હાઈવે નજીકના ખાખી હનુમાનની જગ્યામા તાલુકાના તમામ રામાનંદી સાધુ પરીવાર સાગમટે હાજર રહ્યા હતા અને ગુરૂમહારાજનુ પુજન અર્ચન કરી પ્રસંગિક પ્રવચન અને સમાજના તારલાને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમાજના ટ્રષ્ટીને સમાજની હાજરીમા ખજાનચી અશ્ર્વિનદાદા દ્વારા વાષિક ખર્ચનુ સરવૈયું રજુ કર્યૂ હતુ. હડમતીયાના રશિકભાઈ રામાયણી ( કથાકાર)એ ગુરૂજીના જીવન ચરિત્રની મોખીક ઝાખી કરાવી હતી વિશાલ અનિરુદ્ધભાઈ અગ્રાવત દ્રારા તેજસ્વી તારલાને સિલ્ડ આપી સન્માનિત કર્યા હતા. અંતમા સર્વે સાધુ સમાજે રામધુન હનુમાન ચાલીસા બાદ સમુહ પ્રસાદ લીધો હતો.

આ સમાચારને શેર કરો