વાંકાનેર: અરણીટીંબામાં પ્રતાપસિંહ ઝાલા ઉપસરપંચ પદે બિનહરીફ
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે ગઈકાલે સાંજના ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ પ્રથમ મીટિંગ મળી હતી, આ મિટિંગમાં નવી ચૂંટાયેલ બોડી દ્વારા ઉપસરપંચની વરણી કરવામાં આવી હતી.
અરણીટીંબા ગ્રામ પંચાયતની પ્રથમ મિટિંગમાં ઉપ સરપંચ પદે ઝાલા પ્રતાપસિંહ બચુભા (પીન્ટુભાઇ) નું એક માત્ર ફોર્મ ભરાતા તેઓ બિનહરીફ જાહેર થયા હતા. અરણીટીંબા ગ્રામ પંચાયતના નવા ઉપ સરપંચ અને સરપંચ ઇરફાનભાઇ કડીવારે ચાર્જ સંભળી લીધો છે.